" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

સોમવાર, 26 ડિસેમ્બર, 2011

બી.આર.સી.કક્ષાનો રમતોત્સવ-૨૦૧૧

બી.આર.સી.કક્ષાનો રમતોત્સવ-૨૦૧૧


  

 ૧૦૦ મી. દોડ( શિક્ષિકા બહેનો )માં પ્રથમ નંબરે વિજેતા  શ્રી રશ્મીકાબેન પટેલ ( વાડીયાપુરા પ્રા. શાળા )


યોગાસન ( શિક્ષક ભાઈઓ ) માં પ્રથમ નંબરે વિજેતા શ્રી હિતેશભાઈ પરમાર  ( રાલેજ કુમાર પ્રા. શાળા )


બી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં ઇનામ તથા પ્રમાણપત્ર આપતા સી.સાર.સી.સી. શ્રી કિરીટકુમાર પટેલ 

મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

સી.આર.સી.કક્ષાનો રમતોત્સવ-૨૦૧૧

સી.આર.સી.કક્ષાનો રમતોત્સવ-૨૦૧૧
                      તારીખ-૨૦/૧૨/૨૦૧૧ ને મંગળવારના રોજ રાલેજ કુમાર શાળા ખાતે રાલેજ સી.આર.સી. કક્ષાનો બાળ રમતોત્સવ યોજાઈ ગયો.જેનું સમગ્ર સંચાલન રાલેજ સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ રમતોત્સવમાં કુલ ૧૦૭ બાળકો અને કુલ ૮ શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં કબડ્ડી ( ભાઈઓ તથા બહેનો ), ખો-ખો  ( ભાઈઓ તથા બહેનો ),તથા વ્યક્તિગત રમતો જેવી કે યોગાસનો, લાંબીકૂદ , ૧૦૦ મીટરદોડ તથા ગોળાફેંક અને શિક્ષકો માટે પણ યોગાસનો, લાંબીકૂદ , ૧૦૦ મીટર દોડ , ગોળાફેંક તથા ચક્રફેંકનું જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે દરેક રમતવીરને ઇનામ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બામણવા બીટના બીટનિરીક્ષકશ્રી ચરપોટ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મદદ કરનાર રાલેજ કુમાર શાળાના મુ.શિ.શ્રી ડાહ્યાભાઈ સાહેબ તથા રાલેજ કન્યા શાળાના મુ.શિ.શ્રી મણીભાઈ વાઘેલા સાહેબ તથા હાઇસ્કુલના આચાર્યશ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા સમગ્ર રાલેજ સી.આર.સી.ના તમામ શિક્ષક મિત્રો નો ખુબ ખુબ આભાર .............THANKS
 
પ્રાર્થના સંમેલનમાં ધ્યાનમગ્ન બાળકો



રમતોત્સવ-૨૦૧૧ માં ભાગ લીધેલ તમામ બાળકોને  પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપતા બેનશ્રી
  
રમતોત્સવ-૨૦૧૧ માં ભાગ લીધેલ તમામ બાળકો



રમતોત્સવ-૨૦૧૧ માં ભાગ લીધેલ બાળકોને પ્રીત્સાહિત કરતા બીટનિરીક્ષક સાહેબશ્રી ( બામણવા બીટ )

યોગાસનો

ગોળાફેંક

યોગાસનો

ગોળાફેંકમાં ગોળો ફેંકતા સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલ 

લાંબીકૂદ

લાંબીકૂદમાં કૂદ લગાવતા શ્રી વાઘેલા સાહેબ (મુ.શિ. રાલેજ કન્યા)

રમતોત્સવ-૨૦૧૧ માં ભાગ લીધેલ તમામ બાળકોને  પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપતા શિક્ષકશ્રી

રમતોત્સવ-૨૦૧૧ માં ભાગ લીધેલ તમામ બાળકોને  પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપતા બેનશ્રી

રવિવાર, 4 ડિસેમ્બર, 2011

ગુણોત્સવ-૨૦૧૧

ગુણોત્સવ-૨૦૧૧   ચાલુ વર્ષે તારીખ -૨૬/૧૧/૨૦૧૧ને શનિવારના રોજ રાલેજ કન્યા પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં માનનીય શ્રી બી.ડી. વાઘેલા સાહેબ (જોઈન્ટ ડાયરેક્ટર એ.સી.બી. અમદાવાદ ) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું  







એસ.એમ.સી.તાલીમ

એસ.એમ.સી.તાલીમ :- રાલેજ સી.આર.સી. સેન્ટરમાં તારીખ-૨/૧૨/૨૦૧૧ અને તારીખ-૩/૧૨/૨૦૧૧ ના રોજ એ.એમ.સી. સભ્યોની તાલીમ એન.જી.ઓ. લાલપુર ખાદી ગ્રામોદ્યોગ ભંડાર દ્વારા યોજાઈ ગઈ .  આ પ્રસંગે ઉપસ્થિત રાલેજ સી.આર.સી. સેન્ટરની કુલ નવ શાળાઓની એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રીઓ, સભ્યસચિવશ્રીઓ , તથા સભ્યશ્રીઓ , તાલીમ આપનાર બહેનો તથા સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલ દૃશ્યમાન થાય છે.