" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

ખંભાત વિધાનસભા - ૧૦૮

રાલેજ ગામના વતની અને અમારા પૂર્વ સરપંચ શ્રી સંજયભાઈ રમણભાઈ પટેલ ખંભાત વિધાનસભા -૧૦૮ માં ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા. તેમને  હાર્દિક  શુભકામનાઓ . 

MEET OUR NEW MLA SHREE SANJAYBHAI R. PATEL 
બુધવાર, 12 ડિસેમ્બર, 2012

મતદાર જાગૃતિ રેલી

સી.આર.સી. રાલેજ માં સમાવિષ્ટ રાલેજ કુમાર શાળા અને રાલેજ કન્યા શાળા તથા રાલેજ હાઇસ્કુલ ધ્વારા યોજાયેલ રાલેજ ગામમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન તા.- ૧૦/૧૨/૨૦૧૨ ના રોજ સમય :- ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન કરવામાં આવ્યું હતું .તે સિવાયની રાલેજ સી.આર.સી. માં સમાવિષ્ટ બીજી સાત શાળાઓમાંથી પણ તેમના તેમના વિસ્તારમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મતદાર જાગૃતિ રેલીના વધુ ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો .


મતદાર જાગૃતિ રેલીની વિડીયો જોવા માટે ક્લિક કરો .


રવિવાર, 2 ડિસેમ્બર, 2012

બ્લોગમાં પોસ્ટ મુકવા માટે

૧. તમારા બ્લોગનું એડ્રેસ એડ્રેસબારમાં ટાઈપ કરો અને એન્ટર આપો .
        ઉદા.--  www.crcralej.blogspot.com
૨.આ પ્રમાણે પેજ  ખુલશે.૩. ત્યારબાદ sign in પર ક્લિક કરો આ મુજબ પેજ  ખુલશે.૪. ચિત્ર પ્રમાણે મેઈલ એડ્રેસ તથા પાસવર્ડ નાખીને sign in પર ક્લિક કરો.આ મુજબ પેજ  ખુલશે.


૫.  ચિત્ર પ્રમાણે go to postlist પર ક્લિક   કરો .આ મુજબ પેજ  ખુલશે.


૬. ચિત્ર મુજબ new post  પર ક્લિક કરો .આ મુજબ પેજ  ખુલશે.


૭.ઉપરના ચિત્ર મુજબ વિવિધ ક્રિયાઓ કરી પોસ્ટ પબ્લીશ કરો અને તમારા બ્લોગમાં તે પોસ્ટ 
       આવી જશે.આવી રીતે વાર ફરતી પોસ્ટ મૂકી શકશો.

     

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

આણંદ જીલ્લા કક્ષા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨

શિક્ષક મિત્રો ,
                  ચાલુ વર્ષે જી.સી.ઈ.આર.ટી. , ગાંધીનગર પ્રેરિત તથા જીલ્લા શિક્ષણ સમિતિ આણંદ અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ (આણંદ ) માર્ગદર્શિત  આણંદ જીલ્લા કક્ષાનો ૧૩મો ગણિત - વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ બી.આર.સી. ખંભાતના યજમાન પદે આયોજિત થઇ ગયો . તા.-૧૦ , ૧૧ અને ૧૨ મી ઓક્ટોબર ૨૦૧૨ એમ સતત ત્રણ દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં આણંદ જીલ્લાના આઠ તાલુકાની તમામ બી.આર.સી. કક્ષાએ પસંદ થયેલ કુલ ૩૮ કૃતિઓ પ્રદર્શિત થયેલ હતી. જેના ઉદઘાટન પ્રસંગે આપણા જીલ્લા વિકાસ અધિકારી શ્રી કે.કે. નિરાલા સાહેબશ્રી તથા ડી.ઓ. સાહેબશ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા પ્રાચાર્ય બેન શ્રી પ્રજ્ઞાબેન તથા ખંભાત તાલુકા ટી.ડી.ઓ. બેનશ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


જીલ્લા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનના વધુ ફોટોગ્રાફ જોવા ક્લિક કરો 

જીલ્લા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની વિડીયો જોવા ક્લિક કરો 

શનિવાર, 24 નવેમ્બર, 2012

બ્લોગ કેવી રીતે બનાવશો?


બ્લોગ બનાવવાની રીત


બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.


મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
 • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
 • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
 • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે પેઈજ બનાવો.

   
  • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
 •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
    
  • પૃષ્ડો પર ક્લિક કરો. 
 •  

  • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
   

હવે નમુના ડિજાઇન પર જાઓ.
  
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.શનિવાર, 13 ઑક્ટોબર, 2012

ધોરણ- ૬ થી ૮ ના પાઠ્યપુસ્તકો

શિક્ષક મિત્રો ધોરણ- ૬ થી ૮ માટેના બીજા સત્રના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા ક્લિક કરો.

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

બી.આર.સી. ગણિત વિજ્ઞાન પ્રદર્શન - ખંભાત

બી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શકરપુર ખાતે તા.- ૨૫/૦૯/૨૦૧૨ નારોજ યોજાઈ ગયું. જેની તસ્વીરો છે આ બ્લોગ પર વધુ ફોટોગ્રાફ જોવા ક્લિક કરો


વિડીયો જોવા ક્લિક કરો


ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2012

સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૨

                            સી.આર.સી. રાલેજ ખાતે સી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૨નું આયોજન તા.- ૧૮/૦૯/૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ શ્રી કનુભાઈ પટેલ , માજી આચાર્યશ્રી મણીભાઈ પટેલ , સી.આર.સી.સી. શ્રી કિરીટભાઈ પટેલ, પે-સેન્ટર આચાર્યશ્રી ડાહ્યાભાઈ વાઘેલા, નિર્ણાયક તરીકે શ્રી દીપકભાઈ પટેલ તથા શ્રી બ્રિજેશભાઈ મેઘાણી સાહેબ તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં રાલેજ સી.આર.સી.મા સમાવિષ્ટ કુલ નવ શાળાની દસ કૃતિઓ આવી હતી. જેમાં કુલ દસ શિક્ષકો અને વીસ બાળવૈજ્ઞાનીકોએ ભાગ લીધો હતો. સર્વે ભાગ લેનાર શિક્ષકો અને બાળકોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
                                                      પ્રસ્તુત છે તેની કેટલીક તસવીરો

હજુ વધારે ફોટા જોવા હોય તો ક્લિક કરો

               


નાટક

રાલેજ કુમાર શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પાઠના એકમને નાટક રૂપે રજુ કરવામાં આવ્યો. જેની વાસ્તવિક તસવીરો
આ નાટકના વધારે ફોટા જોવા માટે ક્લિક કરો

આ નાટકની વિડીયો પણ જોઈ શકશો ક્લિક કરો

વાંચન પર્વ ટેલીકોન્ફરન્સ

સી.આર.સી. રાલેજ ખાતે યોજાયેલ વાંચન પર્વ અંતર્ગત ટેલીકોન્ફરન્સમા ભાગ લઇ રહેલ શિક્ષક મિત્રોએસ.એમ.સી. / પી.આર.આઈ. તાલીમ

શિક્ષક મિત્રો ,
                 ચાલુ વર્ષે  એસ.એમ.સી./ પી.આર.આઈ. સભ્યોની તાલીમ માટે સી.આર.સી. સી. અને એક શિક્ષક મિત્ર દ્વારા તાલીમ આપવાનું આયોજન છે. જેના માટેનું મોડ્યુલ આ મુજબ છે. ક્લિક કરો

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2012

મિત્રો રાલેજ ખાતે આવેલ શ્રી શિકોતર માતાના પ્રસિદ્ધ મંદિરની વેબસાઈટ  શરુ થઇ ગઈ છે. જેમાં માતાજી ના મંદિરમાં થતી રોજે રોજની આરતી લાઈવ માણી શકશો તથા તેના સિવાય પણ અગત્યની માહિતી મેળવી શકશો.
તો નેટ પર માણો માતાજીની ભક્તિનો અદભૂત લહાવો ક્લિક કરો 

જય શ્રી શિકોતર માતાજી  

આરતી નો સમય 
સવારે ૦૮:૩૦ કલાકે ( દરરોજ )
દર મંગળવાર , ગુરુવાર અને રવિવારે બપોરે ૧૨:૦૦ કલાકે 
તથા સાંજે ૬:૦૦ કલાકે ( દરરોજ )

મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2012

તિથીભોજન


વાડીયાપુરા પ્રા. શાળામાં તા.પં. સદસ્યશ્રી ગોવિંદભાઈ રાઠોડ ધ્વારા અપાયેલ તિથીભોજન
ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

સ્વયંશિક્ષક દિન

રાલેજ પ્રાથમિક કુમાર શાળામાં તા.- ૬/૯/૨૦૧૨ના  રોજ સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં  આવી હતી. જેમાં શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું .પ્રસ્તુત છે તેની કેટલીક લાક્ષણિક તસ્વીરો
બીલીયાકુવા પર.શાળા ખાતે યોજાયેલ સ્વયંશિક્ષક દિન

માલવણ  પ્રા.શાળા ખાતે યોજાયેલ સ્વયંશિક્ષક દિન


વાડીયાપુરા  પ્રા.શાળા ખાતે યોજાયેલ સ્વયંશિક્ષક દિન