" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

ખંભાત વિધાનસભા - ૧૦૮

રાલેજ ગામના વતની અને અમારા પૂર્વ સરપંચ શ્રી સંજયભાઈ રમણભાઈ પટેલ ખંભાત વિધાનસભા -૧૦૮ માં ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા. તેમને  હાર્દિક  શુભકામનાઓ . 

MEET OUR NEW MLA SHREE SANJAYBHAI R. PATEL 








બુધવાર, 12 ડિસેમ્બર, 2012

મતદાર જાગૃતિ રેલી

સી.આર.સી. રાલેજ માં સમાવિષ્ટ રાલેજ કુમાર શાળા અને રાલેજ કન્યા શાળા તથા રાલેજ હાઇસ્કુલ ધ્વારા યોજાયેલ રાલેજ ગામમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન તા.- ૧૦/૧૨/૨૦૧૨ ના રોજ સમય :- ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન કરવામાં આવ્યું હતું .તે સિવાયની રાલેજ સી.આર.સી. માં સમાવિષ્ટ બીજી સાત શાળાઓમાંથી પણ તેમના તેમના વિસ્તારમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



મતદાર જાગૃતિ રેલીના વધુ ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો .


મતદાર જાગૃતિ રેલીની વિડીયો જોવા માટે ક્લિક કરો .


રવિવાર, 2 ડિસેમ્બર, 2012

બ્લોગમાં પોસ્ટ મુકવા માટે

૧. તમારા બ્લોગનું એડ્રેસ એડ્રેસબારમાં ટાઈપ કરો અને એન્ટર આપો .
        ઉદા.--  www.crcralej.blogspot.com
૨.આ પ્રમાણે પેજ  ખુલશે.



૩. ત્યારબાદ sign in પર ક્લિક કરો આ મુજબ પેજ  ખુલશે.



૪. ચિત્ર પ્રમાણે મેઈલ એડ્રેસ તથા પાસવર્ડ નાખીને sign in પર ક્લિક કરો.આ મુજબ પેજ  ખુલશે.


૫.  ચિત્ર પ્રમાણે go to postlist પર ક્લિક   કરો .આ મુજબ પેજ  ખુલશે.


૬. ચિત્ર મુજબ new post  પર ક્લિક કરો .આ મુજબ પેજ  ખુલશે.


૭.ઉપરના ચિત્ર મુજબ વિવિધ ક્રિયાઓ કરી પોસ્ટ પબ્લીશ કરો અને તમારા બ્લોગમાં તે પોસ્ટ 
       આવી જશે.આવી રીતે વાર ફરતી પોસ્ટ મૂકી શકશો.





     

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

આણંદ જીલ્લા કક્ષા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨

શિક્ષક મિત્રો ,
                  ચાલુ વર્ષે જી.સી.ઈ.આર.ટી. , ગાંધીનગર પ્રેરિત તથા જીલ્લા શિક્ષણ સમિતિ આણંદ અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ (આણંદ ) માર્ગદર્શિત  આણંદ જીલ્લા કક્ષાનો ૧૩મો ગણિત - વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ બી.આર.સી. ખંભાતના યજમાન પદે આયોજિત થઇ ગયો . તા.-૧૦ , ૧૧ અને ૧૨ મી ઓક્ટોબર ૨૦૧૨ એમ સતત ત્રણ દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં આણંદ જીલ્લાના આઠ તાલુકાની તમામ બી.આર.સી. કક્ષાએ પસંદ થયેલ કુલ ૩૮ કૃતિઓ પ્રદર્શિત થયેલ હતી. જેના ઉદઘાટન પ્રસંગે આપણા જીલ્લા વિકાસ અધિકારી શ્રી કે.કે. નિરાલા સાહેબશ્રી તથા ડી.ઓ. સાહેબશ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા પ્રાચાર્ય બેન શ્રી પ્રજ્ઞાબેન તથા ખંભાત તાલુકા ટી.ડી.ઓ. બેનશ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


જીલ્લા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનના વધુ ફોટોગ્રાફ જોવા ક્લિક કરો 

જીલ્લા કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની વિડીયો જોવા ક્લિક કરો