" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

સોમવાર, 16 ડિસેમ્બર, 2013

-: સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ :- ૨૦૧૩
            
                                  આજરોજ તા.-૧૨/૧૨/૨૦૧૩ ને ગુરૂવારના રોજ રાલેજ પ્રાથમિક શાળામાં રાલેજ સી.આર.સી. કક્ષાનો બાળ રમતોત્સવ યોજાઈ ગયો. જેનું સમગ્ર આયોજન તથા સંચાલન રાલેજ સી.આર.સી.સી.શ્રી કિરીટકુમાર એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
            સવારે દસ કલાકે રાલેજ સી.આર.સી.ની કુલ નવ પ્રા.શાળાઓના રમતવીરો રાલેજના પટાંગણમાં પોતાનું કૌવત બતાવવા માટે ભેગા થઈ ગયા હતા. આ બાળ રમતોત્સવમાં બધા મળીને કુલ ૯૮ બાળકોએ કબડ્ડી , ખો-ખો , યોગાસનો , ગોળાફેંક , લાંબીકૂદ , ૧૦૦ મી. દોડ  તથા  કુલ ૮ શિક્ષક ભાઈઓ તથા બહેનોએ યોગાસનો , ગોળાફેંક , લાંબીકૂદ , ૧૦૦ મી. દોડ , ચક્રફેંક એમ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો . આ રમતોત્સવને અંતે બધા રમતવીરો તથા સર્વે શિક્ષક મિત્રોએ સાથે મળીને અલ્પાહાર તથા ચાની મોજ માણી હતી. ત્યારબાદ પ્રથમ ક્રમ મેળવનાર અને ભાગ લેનાર બધા રમતવીરોને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે  પે-સેન્ટરના આચાર્યશ્રીએ પણ આ બાળ રમતોત્સવમાં ઉપસ્થિત રહીને બાળ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આમ એક સફળ બાળ રમતોત્સવનું આયોજન અત્રેના સી.આર.સી. રાલેજ ખાતે થયું હતું.

શનિવાર, 30 નવેમ્બર, 2013

ગુણોત્સવ એપ્રિલ - ૨૦૧૩  સ્વમુલ્યાંકન માટે ના પરિણામ માટે ક્લિક કરો 


ખંભાત તાલુકા માટેની શાળાઓ માટે ક્લિક કરો 

ખંભાત તાલુકા ગ્રેડેશન

આણંદ જીલ્લાના તાલુકા  અગ્રેસર 

આણંદ જીલ્લો અગ્રેસર 


રવિવાર, 3 માર્ચ, 2013

વાંચનપર્વ - ૨૦૧૩

વાંચનપર્વ - ૨૦૧૩ અન્વયે રાલેજ સી.આર.સી.ની શાળાઓમાં તેની ઉજવણી કરવામાં આવી . તા.-૧૮/૦૨/૨૦૧૩ થી તા.- ૨૩/૦૨/૨૦૧૩ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં શાળાઓમાં વિવિધ વાંચન સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યું હતું . અને તેને આનુસંગિક વિવિધ પ્રોજેક્ટ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યા હતા . જે મુજબ રાલેજ કુમાર અને કન્યા શાળાઓના બાળકો શ્રીમતી કે.ડી. પટેલ હાઈસ્કુલ ખાતે પુસ્તકાલયની મુલાકાત લઇ પુસ્તકો વિષે માહિતી મેળવતા નજરે પડે છે . અને હાઈસ્કુલના આચાર્યશ્રી કમલેશભાઈ પટેલ તથા  શિક્ષકશ્રી સુખદેવ સાહેબ તેમને માર્ગદર્શન આપતા નજરે પડે છે.


આ ઉપરાંત કુમાર શાળામાં થયેલ વાંચન સ્પર્ધા ની તસવીરો પણ આપ જોઈ શકો છો.

વિજ્ઞાન દિવસ

વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે રાલેજ કન્યા શાળામાં એક વિજ્ઞાન ક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં કુલ ૫ ટીમમાં કુલ ૧૫ બાળાઓએ ભાગ લીધો હતો . વિજેતા ટીમોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક પ્રવાસ - ૨૦૧૨/૨૦૧૩

સી.આર.સી. રાલેજ માં આવેલી શાળાઓમાંથી ચાલુ વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં  આવ્યું હતું . જેમાં રાલેજ કુમાર શાળામાંથી સૌરાષ્ટ્ર અને રાલેજ કન્યા શાળામાંથી દક્ષિણ  ગુજરાત અને અન્ય વાડીયાપુરા , ખડાળા, વાડીયાપુરા , માલવણ , રાજપુર, બીલીયાકુવા પ્રાથમિક શાળાઓમાંથી એક દિવસીય શુકલતીર્થ અને વડોદરાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફી બાળક દીઠ ૧૦૦ /- રૂ. જેવી નજીવી કિંમતે આ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.


ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

ચેરમેન આણંદ જીલ્લા પંચાયત ( શિક્ષણ )

આણંદ જીલ્લા પંચાયતમાં હવેથી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પદે નિયુક્ત થયેલ રાલેજ ગામના વતની અને શકરપુર જીલ્લા પંચાયત શીટના ભાજપ ના ઉમેદવાર શ્રી બીપીનભાઈ મફતભાઈ પટેલનું જીલ્લા પંચાયત શિક્ષણ વિભાગ આણંદ ધ્વારા સ્વાગત કરતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સાહેબ અને શિક્ષણ વિભાગના અન્ય અધિકારીશ્રીઓ
સોમવાર, 7 જાન્યુઆરી, 2013

રાલેજ સી.આર.સી.નું ગૌરવ

ચાલુ વર્ષે તા.- ૦૬/૦૧/૨૦૧૩ ના  રોજ અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ધ્વારા  આયોજિત સ્ટેટ ચેસ ટુર્નામેન્ટ - ૨૦૧૨ /૨૦૧૩ માં બારેજા પ્રાથમિક શાળા તા.- દસક્રોઈ , જી. અમદાવાદ મુકામે આયોજિત થઇ હતી.જેમાં રાલેજ સી.આર.સી. ની રાલેજ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શ્રી મો. અમીન મો. અનવર કોન્ટ્રાકટરે ગ્રુપ -સી મા દ્વિતીય નંબર  મેળવી શાળા અને સી.આર.સી.નું નામ રોશન કરેલ છે . તેઓશ્રીને અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ  તરફથી ચેસ કીટ , બુકે , ૨૦૦૦/- રૂ. તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ છે . તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.
સી.આર.સી.સી. તથા શાળા સન્માન કાર્યક્રમ

આણંદ જીલ્લામાં યોજાયેલ ગુણોત્સવ - ૨૦૧૧ અંતર્ગત દરેક તાલુકામાં ગુણાંકનમાં શ્રેષ્ઠ પાંચ શાળાના આચાર્યશ્રી , પાંચ શ્રેષ્ઠ શિક્ષકો , જે તે સી.આર.સી.સી.શ્રી , કેળવણી નિરીક્ષકશ્રી , બીટનીરીક્ષકશ્રી , બી.આર.સી.સી. શ્રી નું સન્માન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જશુભા બાપુ, કલેકટર સાહેબશ્રી સંદીપકુમાર સાહેબ , ડી.ડી.ઓ. શ્રી કે.કે. નિરાલા સાહેબ , શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી , જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી  વ્યાસ સાહેબ , જીલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં રાલેજ સી.આર.સી. માં સમાવિષ્ટ રાલેજ કન્યા શાળાનો પણ સમાવેશ થતા તે શાળાના આચાર્યશ્રી મણીભાઈ આર. વાઘેલા તથા સી.આર.સી.સી. શ્રી કિરીટભાઈ એસ. પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું .
 
વધુ ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો 


સી.આર.સી. રમતોત્સવ - ૨૦૧૨


સી.આર.સી. રાલેજ ખાતે યોજાયેલ રમતોત્સવ - ૨૦૧૨ અંતર્ગત તા.- ૨૮/૧૨/૨૦૧૨ ના રોજ રાલેજ ખાતે રમતોત્સવ યોજાયેલ જેમાં કુલ ૧૦૮ બાળકોએ ભાગ લીધો હતો.વધુ ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો 


મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

ગુણોત્સવ - ૨૦૧૧ પરિણામ

શિક્ષક મિત્રો ,
                ગુણોત્સવ - ૨૦૧૧ અન્વયે મુલાકાત લીધેલ શાળાઓ માટેના અને શિક્ષકો માટેના ગ્રેડેશનનું પરિણામ આવી ગયું છે . ખંભાત તાલુકાની જે પ્રાથમિક શાળાઓમાં અધિકારીશ્રીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં  આવ્યું હતું તે શાળાઓ અને તેમાં ફરજ બજાવતા શિક્ષકોના ગ્રેડેશન અત્રે મુકેલ છે . 


શાળા ગ્રેડેશન અને શિક્ષક ગ્રેડેશન ( ફક્ત ખંભાત તાલુકા માટે ) એક્સેલ સીટમાં જોવા માટે ડાઉનલોડ કરો 


ગુજરાત રાજ્યની સમગ્ર શાળાઓ અને શિક્ષકો માટેના ગ્રેડેશન જોવા માટે  ક્લિક કરો 
        
                                   ગુણોત્સવ - ૨૦૧૧ ગ્રેડેશન 

ધારાસભ્ય સન્માન કાર્યક્રમ

ખંભાત વિધાનસભા - ૧૦૮ ના હાલમાં ચૂંટાયેલ ભાજપના ધારાસભ્ય અને બહુમતીથી વિજય પ્રાપ્ત કરી રાલેજ ગામનું નામ રોશન કરનાર શ્રી સંજયભાઈ પટેલનો સન્માન કાર્યક્રમ રાલેજ પ્રા. શાળામાં યોજાઈ ગયો. જેમાં આણંદ જીલ્લા પંચાયત સદસ્ય શ્રી બીપીનભાઈ પટેલ , બી.આર.સી.સી. શ્રી યોગીરાજસિંહ  ગોહિલ , રાલેજ સી.આર.સી.સી. શ્રી કિરીટકુમાર  પટેલ , રાલેજ કુમાર શાળાના આચાર્યશ્રી ડાહ્યાભાઈ વાઘેલા , રાલેજ કન્યા શાળાના આચાર્યશ્રી મણીભાઈ વાઘેલા અને અન્ય શિક્ષકો હાજર રહ્યા હતા .
આ પ્રસંગના વધુ ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો