" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

રવિવાર, 29 જુલાઈ, 2012

વાર્ષિક અભ્યાસક્રમ આયોજન

સારસ્વત મિત્રો ,
 ચાલુ વર્ષ- ૨૦૧૨-૧૩ માટે ધોરણ-૧ થી ૮ ના  વાર્ષિક અભ્યાસક્રમનું આયોજન અત્રે મુકેલ છે. ડાઉનલોડ કરો 

શુક્રવાર, 13 જુલાઈ, 2012

ધોરણ ૬ થી ૮ માટે તાસ આયોજન

ધોરણ ૬ થી ૮ માટે ના ભાષા ગણિત વિજ્ઞાન સમાજ અને અન્ય વિષયો માટેના સમયનું આયોજન મેળવવા માટે ડાઉનલોડ કરો 

બુધવાર, 4 જુલાઈ, 2012

eMPOWER

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.




eMPOWER - રજીસ્ટ્રેશન






શુક્રવાર, 29 જૂન, 2012

મતદાર તરીકે મારી ઓળખ


ગુજરાતમાં મતદારયાદીની માહિતી જેવી કે ક્રમ નંબર ભાગ નંબર મતદાર કાર્ડ નંબર ની માહિતી  તથા મતદાર યાદી જોવા માટે ક્લિક કરો

સોમવાર, 18 જૂન, 2012

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૨
             
              ચાલુ વર્ષે ગુજરાત સરકારના અભિગમ અને શિક્ષણના વ્યાપ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું  આયોજન ગ્રામ્ય લેવલે તા.- ૧૪ , ૧૫, અને  ૧૬ જુન ૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જે પૈકી રાલેજ ગામમાં તા.- ૧૬/૦૬/૨૦૧૨ ના રોજ બપોરે ૧:૦૦ કલાકે માનનીય શ્રી વિનોદકુમાર મલ્લ સાહેબ (આઈ.પી.એસ. , કમિશ્નર . કોમ્યુનીકેશન , ગાંધીનગર ) તથા લાયઝન અધિકારી શ્રી એસ. એલ. ભટ્ટ સાહેબ ( પી.આઈ. ખંભાત ) ની હાજરીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શ્રી  વિનોદકુમાર મલ્લ સાહેબ  તથા શ્રી ભટ્ટ સાહેબનું સ્વાગત 
 ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓ
 
 ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને પ્રવેશ કિટ આપતા અધિકારીશ્રીઓ
 કાર્યક્રમનું સંચાલન કરતાં સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલ
 નીરોગી બાળવિધિ
 આંગણવાડી માં પ્રવેશ મેળવેલ બાળકોને રમકડાની કીટનું વિતરણ
 પ્રસંગોચિત ઉદબોધન કરતાં શ્રી મલ્લ સાહેબ
 સરસ્વતી સાધન સહાય અંતર્ગત સાયકલ સહાય વિતરણ
 શિક્ષકો સાથે ચર્ચા કરતાં અધિકારીશ્રી
 પ્રાર્થના રજૂ કરતી બાળાઓ
 પ્રાર્થના રજૂ કરતી બાળાઓ
 શ્રી મલ્લ સાહેબનું સ્વાગત કરતાં શ્રી ડાહ્યાભાઈ સાહેબ
 શ્રી ભટ્ટ સાહેબનું સ્વાગત કરતાં શ્રી પ્રતાપભાઈ  સાહેબ
 ઉપસ્થિત અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ
 શ્રી કનુભાઈ પટેલ (સરપંચ)નું  સ્વાગત કરતાં શ્રી પુંજાભાઈસાહેબ
મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો 
શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૨ ના હજુ વધારે ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો


મંગળવાર, 1 મે, 2012

NEW GROUP FOR PRIMARY TEACHERS

                     વહાલા સારસ્વત મિત્રો આપ્ જો પ્રાથમિક શિક્ષક છો તો આ ગ્રુપમાં જોડાવ જેથી આપણને મુંજવતા પ્રશ્નો તથા શિક્ષણમાં કરવાની કામગીરી કે પછી આવતી નવીન જાણકારી અંગે આપણે ઓનલાઈન ચેટ દ્વારા કે પછી ઓફલાઇન પોસ્ટની કમેન્ટ દ્વારા જાણકારી મેળવી શકીએ. આજના આ કમ્પ્યુટર યુગમાં પ્રાથમિક શિક્ષક પણ યુગની સાથે કદમ થી કદમ મિલાવી શિક્ષણક્ષેત્રે નવીન કરી શકે તેજ આશય સાથે આપ પણ આ ગ્રુપમાં જોડવ .

          http://www.facebook.com/groups/407062132647437/

શનિવાર, 28 એપ્રિલ, 2012

નવા પાઠ્ય પુસ્તકો ધોરણ-૬ થી ૮

                                 મિત્રો ચાલુ વર્ષે ધોરણ - ૬ થી ૮ નો પાઠ્યક્રમ બદલાઈ ગયો છે . નવા પાઠ્ય પુસ્તકો આવવાની હજુ વાર છે. પણ જો તમારે આ પાઠ્ય પુસ્તકો સોફ્ટ કોપીમાં જોઈતા હોય તો ક્લિક કરો અને ડાઉનલોડ કરો નવા પાઠ્ય પુસ્તકો 


ગુરુવાર, 5 એપ્રિલ, 2012

નવરંગ મુખપત્રનું વિમોચન

રાલેજ સી.આર.સી.ના મુખપત્ર નવરંગનું વિમોચન રાલેજ પે-સેન્ટર શાળાના આચાર્યશ્રી ડાહ્યાભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું . જે પ્રસંગે રાલેજ સી.આર.સી.ની કુલ નવ શાળાના ૪૨ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા . પ્રસ્તુત તસવીરમાં  સી.આર.સી.સી. શ્રી કિરીટકુમાર પટેલ તથા નવરંગ મુખપત્ર ને કરકમળોમાં રાખી મુખપત્રનું વિમોચન કરતાં શ્રી ડાહ્યાભાઈ વાઘેલા સાહેબ દ્રષ્ટિગોચર થાય છે.



નવરંગ મુખપત્ર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો