" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

સોમવાર, 16 ડિસેમ્બર, 2013

-: સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ :- ૨૦૧૩
            
                                  આજરોજ તા.-૧૨/૧૨/૨૦૧૩ ને ગુરૂવારના રોજ રાલેજ પ્રાથમિક શાળામાં રાલેજ સી.આર.સી. કક્ષાનો બાળ રમતોત્સવ યોજાઈ ગયો. જેનું સમગ્ર આયોજન તથા સંચાલન રાલેજ સી.આર.સી.સી.શ્રી કિરીટકુમાર એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
            સવારે દસ કલાકે રાલેજ સી.આર.સી.ની કુલ નવ પ્રા.શાળાઓના રમતવીરો રાલેજના પટાંગણમાં પોતાનું કૌવત બતાવવા માટે ભેગા થઈ ગયા હતા. આ બાળ રમતોત્સવમાં બધા મળીને કુલ ૯૮ બાળકોએ કબડ્ડી , ખો-ખો , યોગાસનો , ગોળાફેંક , લાંબીકૂદ , ૧૦૦ મી. દોડ  તથા  કુલ ૮ શિક્ષક ભાઈઓ તથા બહેનોએ યોગાસનો , ગોળાફેંક , લાંબીકૂદ , ૧૦૦ મી. દોડ , ચક્રફેંક એમ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો . આ રમતોત્સવને અંતે બધા રમતવીરો તથા સર્વે શિક્ષક મિત્રોએ સાથે મળીને અલ્પાહાર તથા ચાની મોજ માણી હતી. ત્યારબાદ પ્રથમ ક્રમ મેળવનાર અને ભાગ લેનાર બધા રમતવીરોને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે  પે-સેન્ટરના આચાર્યશ્રીએ પણ આ બાળ રમતોત્સવમાં ઉપસ્થિત રહીને બાળ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આમ એક સફળ બાળ રમતોત્સવનું આયોજન અત્રેના સી.આર.સી. રાલેજ ખાતે થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો