" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

બી.આર.સી. ગણિત વિજ્ઞાન પ્રદર્શન - ખંભાત

બી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શકરપુર ખાતે તા.- ૨૫/૦૯/૨૦૧૨ નારોજ યોજાઈ ગયું. જેની તસ્વીરો છે આ બ્લોગ પર વધુ ફોટોગ્રાફ જોવા ક્લિક કરો


વિડીયો જોવા ક્લિક કરો


ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2012

સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૨

                            સી.આર.સી. રાલેજ ખાતે સી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૨નું આયોજન તા.- ૧૮/૦૯/૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ શ્રી કનુભાઈ પટેલ , માજી આચાર્યશ્રી મણીભાઈ પટેલ , સી.આર.સી.સી. શ્રી કિરીટભાઈ પટેલ, પે-સેન્ટર આચાર્યશ્રી ડાહ્યાભાઈ વાઘેલા, નિર્ણાયક તરીકે શ્રી દીપકભાઈ પટેલ તથા શ્રી બ્રિજેશભાઈ મેઘાણી સાહેબ તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં રાલેજ સી.આર.સી.મા સમાવિષ્ટ કુલ નવ શાળાની દસ કૃતિઓ આવી હતી. જેમાં કુલ દસ શિક્ષકો અને વીસ બાળવૈજ્ઞાનીકોએ ભાગ લીધો હતો. સર્વે ભાગ લેનાર શિક્ષકો અને બાળકોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
                                                      પ્રસ્તુત છે તેની કેટલીક તસવીરો

હજુ વધારે ફોટા જોવા હોય તો ક્લિક કરો

               


નાટક

રાલેજ કુમાર શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પાઠના એકમને નાટક રૂપે રજુ કરવામાં આવ્યો. જેની વાસ્તવિક તસવીરો
આ નાટકના વધારે ફોટા જોવા માટે ક્લિક કરો

આ નાટકની વિડીયો પણ જોઈ શકશો ક્લિક કરો

વાંચન પર્વ ટેલીકોન્ફરન્સ

સી.આર.સી. રાલેજ ખાતે યોજાયેલ વાંચન પર્વ અંતર્ગત ટેલીકોન્ફરન્સમા ભાગ લઇ રહેલ શિક્ષક મિત્રોએસ.એમ.સી. / પી.આર.આઈ. તાલીમ

શિક્ષક મિત્રો ,
                 ચાલુ વર્ષે  એસ.એમ.સી./ પી.આર.આઈ. સભ્યોની તાલીમ માટે સી.આર.સી. સી. અને એક શિક્ષક મિત્ર દ્વારા તાલીમ આપવાનું આયોજન છે. જેના માટેનું મોડ્યુલ આ મુજબ છે. ક્લિક કરો

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2012

મિત્રો રાલેજ ખાતે આવેલ શ્રી શિકોતર માતાના પ્રસિદ્ધ મંદિરની વેબસાઈટ  શરુ થઇ ગઈ છે. જેમાં માતાજી ના મંદિરમાં થતી રોજે રોજની આરતી લાઈવ માણી શકશો તથા તેના સિવાય પણ અગત્યની માહિતી મેળવી શકશો.
તો નેટ પર માણો માતાજીની ભક્તિનો અદભૂત લહાવો ક્લિક કરો 

જય શ્રી શિકોતર માતાજી  

આરતી નો સમય 
સવારે ૦૮:૩૦ કલાકે ( દરરોજ )
દર મંગળવાર , ગુરુવાર અને રવિવારે બપોરે ૧૨:૦૦ કલાકે 
તથા સાંજે ૬:૦૦ કલાકે ( દરરોજ )

મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2012

તિથીભોજન


વાડીયાપુરા પ્રા. શાળામાં તા.પં. સદસ્યશ્રી ગોવિંદભાઈ રાઠોડ ધ્વારા અપાયેલ તિથીભોજન
ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

સ્વયંશિક્ષક દિન

રાલેજ પ્રાથમિક કુમાર શાળામાં તા.- ૬/૯/૨૦૧૨ના  રોજ સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં  આવી હતી. જેમાં શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું .પ્રસ્તુત છે તેની કેટલીક લાક્ષણિક તસ્વીરો
બીલીયાકુવા પર.શાળા ખાતે યોજાયેલ સ્વયંશિક્ષક દિન

માલવણ  પ્રા.શાળા ખાતે યોજાયેલ સ્વયંશિક્ષક દિન


વાડીયાપુરા  પ્રા.શાળા ખાતે યોજાયેલ સ્વયંશિક્ષક દિનશિક્ષક દિન લાઈવ કાર્યક્રમ

               રાલેજ સી.આર.સી. માં સમાવિષ્ટ શાળાઓ પૈકી રાલેજ કુમાર અને રાલેજ કન્યા શાળામાં ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે બાયસેગ પરથી પ્રસારીત માનનીય મુખ્યમંત્રીશ્રી નો કાર્યક્રમ બતાવવામાં આવ્યો. જેમાં શાળાના શિક્ષક મિત્રો , સી.આર.સી.સી. , શાળાના બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સૌએ કાર્યક્રમમાં શિક્ષકોના એવોર્ડ વિતરણ તથા પ્રશ્નોતરી તથા મુખ્યમંત્રીશ્રી ના ઉદબોધનનું રસપાન કર્યું હતું . આ પ્રસંગે કુલ કુમાર ૪૧૨ કુલ કન્યા ૪૦૮ તથા ૨૩ શિક્ષકો , સી.આર.સી.સી. તથા ૩૪ ગ્રામજનો મળી કુલ ૮૭૮ વ્યક્તિઓએ કાર્યક્રમનું લીવ પ્રસારણ નિહાળ્યું હતું.


બાયસેગ કાર્યક્રમ

સપ્ટેમ્બર -૨૦૧૨ થી ફેબ્રુઆરી -૨૦૧૩ સુધી બાયસેગ પર પ્રસારિત થનાર ધો- ૬ થી ૮ માં ગણિત , વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષય ના એકમો વિશેની માહિતી


ઊર્જા વિષય અંતર્ગત ચિત્રસ્પર્ધા

ચાલુ વર્ષે ઊર્જા વિષય અંતર્ગત ચિત્રસ્પર્ધા માટેની માહિતી માટે આ ફાઈલ જુઓ

RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન )

RTI  એટલે કે રાઈટ ટુ ઇન્ફર્મેશન અને તેની માહિતી માટે તો આપે આ ફાઈલ ડાઉનલોડ કરવી જ રહી તો રાહ કોની જુઓ છો અરે ક્લિક તો કરો

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012

શિક્ષક તાલીમ

                          રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં "સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ" અંર્તગત તા.૮/૯/૧૨ શનિવારના રોજ ધો.૧ થી ૫ ના શિક્ષકો માટે એકદીવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. સમય: સવારે ૭:૦૦ થી ૧૨.૩૦ કલાક પરિપત્ર

તાલીમ માટે મોડ્યુલ જોવા અને મોડ્યુલનો અભ્યાસ કરવા ક્લિક કરો